GTUએ 452માંથી 190 કોલેજોને ફટકારી નોટિસ, ઇન્સ્પેકશન દરમિયાન ક્ષતિઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી. 190 કોલેજોમાં સ્ટાફ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરીની સુવિધાઓનો અભાવ સામે આવ્યો. કોલેજોમાં રહેલી ખામીઓ તુરંત પુરી કરવા GTUની તાકીદ. 31મી મે સુધી ખામીઓની પૂરતી કરવી ફરજિયાત. બાદમાં ખામીઓ જણાશે તો કોલેજોને નો-એડમિશન ઝોન અને બંધ કરવા સુધીના લેવાશે પગલાં.