ઉત્તર પ્રદેશના હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે શામળાજીથી હત્યાના બે મુખ્ય આરોપી અશફાક હુસૈન અને પઠાણ મોઇનુદ્દીન ઉર્ફે ફરીદની ધરપકડ કરી છે. યૂપી પોલીસે આ આરોપીઓ માટે અઢી લાખના ઈનામો જાહેર કર્યાં હતા. ગુજરાત અને યૂપી પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે.