ગુજરાત કોંગ્રેસ દ્રારા આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરાવામા આવી છે. જે અનુસંધાને તારીખ 8, 9 અને 10 તાલુકા કક્ષાએ તારીખ 11,12 અને 13 ના રોજ જિલ્લા કક્ષાએ આંદોલન કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ કે પ્રજાની તકલીફો અને ગુજરાતમાં અતિવૃષ્ટિ, ખેડુતોના મુદ્દાઓ છે, આક્રોશ છે. મોંઘા શિક્ષણને કારણે લોકો પરેશાન છે. યુવાઓનો પ્રશ્ન, બેરોજગાર અને મોંઘવારીથી જનતા પરેશાન છે. મહિલા સુરક્ષા અને મોટર વેહિકલ એકટ અને અલગ અલગ કાયદાઓ થકી લોકોને માટે કાર્યક્રમો કરવામાં આવશે. ગુજરાત ભરમા આંદોલન થકી પ્રજાના આક્રોશ બહાર લાવવામા આવશે.