સમગ્ર રાજ્યમાં કુદરતી આફત એવી અતિવૃષ્ટિ માવઠું જેવી આફતોમાં જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી હતી અને તે સહાયની રકમ શું વાસ્તવિકતામાં ખેડૂતો સુધી પોહચી કે નઈ તેનું રીયાલીટી ચેક કરવા ઝી 24 કલાકની ટીમ સરકાર દ્વારા જાહેર કરાયેલ તમામ સહાય ખેડૂતો સુધી સીધી પોહચી કે નહીં તે જાણવા માટે પહોંચી હતી. તો બીજી તરફ પાક વીમાની રકમ ખેડૂતો સુધી પોહચી કે નહીં. તેમજ વીમા કંપનીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો સર્વે પણ કરવા આવ્યો કે નહીં તે જાણવા માટે ખેડૂતો પાસે પહોંચી હતી. શું કહે છે ખેડૂતો આવો જોઈએ...