રાજ્યમાં એકતરફ ખેડૂતો કમોસમી વરસાદથી પરેશાન છે, ત્યારે ગુજરાતના સાંસદો મોડે મોડે જાગ્યા છે અને સંસદમાં ખેડૂતોના મુદ્દ રજૂઆત કરી છે. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પાકવીમા મુદ્દે ગૃહમાં રજૂઆત કરી અને વીમા કંપનીઓ આ મુદ્દે ઢીલી નીતિ અપનાવતી હોવાનો આરોપ કર્યો છે. તો આણંદના સાંસદ મિતેષ પટેલ બુલેટટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોના જમીન સંપાદન મુદ્દે થઇ રહેલા નુકસાનને લઇને રજૂઆત કરી હતી. જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા હાલારના ખેડૂતો બાબતે ચિંતા વ્યક્ત કરી વીમા કંપની સામે સવાલો ઉઠાવ્યા હતા.