સરકાર સાથે ધોખાધડીના કેસમાં DPSની સંચાલિકા પૂજા મંજુલા શ્રોફની મુશ્કેલી વધી શકે છે. નિત્યાનંદ કાંડમાં ભાગીદાર અમદાવાદ હીરાપુરની દિલ્લી પબ્લિક સ્કૂલ સામે DEO ફરિયાદ નોંધાવશે. CBSE પાસેથી રૂપાણી સરકારે દસ્તાવેજ મંગાવ્યા છે. બનાવટી રાજ્ય સરકારની મંજૂરી પર સરકાર ફરિયાદ કરશે. આ ડોક્યુમેન્ટ રાજ્ય સરકારને મળતા જ રાજ્ય સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરાશે.