ગુજરાતમાં આવનારી સાત વિધાનસભાની પેટાચૂંટણી માટે પ્રદેશ ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સાત વિધાનસભા બેઠકો માટે સરકાર અને સંગઠનમાંથી એક-એક હોદ્દેદારોને વિધાનસભા ઇન્ચાર્જ તરીકેની નિમણૂક આપી છે. સરકારના એક મંત્રી તથા સંગઠનના એક પદાધિકકારી એમ વિધાનસભા દીઠ બે ઇન્ચાર્જના નામોની યાદી આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જાહેર કરવામાં આવી હતી.ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો માટે આજે પ્રદેશ ભાજપે સત્તાવાર રીતે પેટ ચૂંટણી માટેની તૈયારીના શ્રી ગણેશ કર્યા છે. ઉત્તર ગુજરાતની ચાર,મધ્ય ગુજરાતની ત્રણ વિધાનસભા બેઠકો માટે આજે ઇંચાર્જની નિમણૂક કરવામાં આવી છે.