વિધાનસભામાં બહુમતીથી ફગાવાયું ખેડૂતો માટેનું દેવામાફી વિધેયક, કોંગ્રેસ નેતાઓએ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર
કોંગ્રેસ ખેડૂતોનું દેવુ માફ કરવાનું વિધેયક ફગાવી દેવાની શાસક પક્ષની નીતિને ખેડૂત વિરોધી ગણાવીને ગૃહની બહાર આવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં હતાં.અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ખેડૂતોના મુદ્દા પર સાથ ન આપતા શાસક પક્ષ પર પ્રહારો કર્યાં હતાં. હર્ષદ રીબડિયાએ આ વિધેયક રજૂ કરવા અંગેનો પોતાનો દ્રષ્ટિકોણ જણાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોલક્ષી આ વિધેયકમાં જેણે પણ સહયોગ નથી આપ્યો એ ભાજપના ધારાસભ્યો હવે રાજ્યમાં ખેડૂતોને શું મો બતાવશે તેવો સવાલ પણ કર્યો હતો.