વિધાનસભામાં ફગાવાયું ખેડૂતો માટેનું દેવામાફી વિધેયક, શું મુસીબતમાં છે `જગતનો તાત`?
ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું બિન સરકારી દેવામાફી વિધેયક રજૂ થયા બાદ જ્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ બોલવાનો સમય માગ્યો હતો ત્યારે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે અધ્યક્ષને સમય ન આપવા માટે માંગણી કરી હતી.આ સમયે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સમય નથી જોઈતો તમે માત્ર ખેડૂતોનું 50 હજારનું દેવુંમાફ કરી દો તેવી માગ કરી હતી.ત્યારબાદ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે દેવામાફી વિધેયક અંગે જવાબી સ્પીચ આપવા સમયે કોંગ્રેસના સભ્યોને પાપી કહેતાં ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો.