ઝી 24 કલાકની વિશેષ રજુઆત કેમ છો ગુજરાત અંતર્ગતની ગુજરાત યાત્રામાં આજે અમારી ટીમ ઐતિહાસીક ઉંઝા નગરીએ પહોચી. જેનો ઇતિહાસ 1800 વર્ષ કરતાં પણ વધારે જુનો છે. વર્ષો પહેલાં ઉંઝાને ઉમાપુર નામથી ઓળખવામાં આવતુ હતુ. સયમ જતાં તેનુ અપભ્રંશ થતાં તે ઉંઝા થયુ. અહી કડવા પાટીદાર સમાજની કુળદેવી મા ઉમીયાના બેસણા છે. ઐતિહાસીક અને પૌરાણીક મંદિરનો પણ એક એલગ ઇતિહાસ છે 1800 વર્ષ અગાઉ બિહારના કુર્મી રાજા વ્રજપાલ સિંહ યુધ્ધના પરાજય બાદ પોતનીની માતાના માતૃશ્રાધ માટે સિધ્ધપુર આવ્યા હતા. ત્યારે અહીના પાટીદારોએ તેમને સર્વસ્વિકૃત રાજા તરીકે સ્વિકારતાં તેઓ અહી સ્થાયી થયા. જેતે વખતે રાજાને માતનુ સ્વપ્ન આવતાં કુળદેવીનુ તેમણે અહી નાનું મંદર બનાવ્યુ હતુ. અત્યારના હયાત મંદિરને 165 વર્ષ પહેલાં બેચરદાસ શેઠે બનાવ્યુ હતુ. જે આજે પાટીદાર સહિત અન્ય સમાજની આસ્થાનું કેન્દ્ર છે.