ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી દિલીપ સંઘાણીની જીત
રાજ્યના કૃષિક્ષેત્રનું સૌથી મોટું માળખુ ધરાવતી સહકારી સંસ્થા ગુજકોમાસોલનું સુકાન રાજ્યના પૂર્વ સહકારી મંત્રી દિલીપ સંઘાણી ને ફરી સોંપાયું છે. દેશની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન એટલે ગુજકોમાસોલ સંસ્થાનું ટર્નઓવર 2200 કરોડ થી વધુ છે અને લાખો ખેડૂતો આ સંસ્થા સાથે જોડાયેલા છે.ગુજકોમાસોલમાં આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ છે. જેમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે ગોવિંદભાઈ પરમારને રિપીટ કરાયા છે.