હાર્દિક પટેલે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. Zee 24 કલાક સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું કે અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ શુભેચ્છા મુલાકાત કરી અને આવનારા દિવસોમાં સંગઠન માટે રસ્તા પર કેવી રીતે સંઘર્ષ કરાશે તેની ચર્ચા કરવામાં આવી છે. તો સાથે જ સોનિયા ગાંધીએ તમામ નેતાઓને આપેલી ચેતવણી પર હાર્દિકે કહ્યું કે સોશિયલ મીડિયાની સાથે જનતાના વચ્ચે અસલ મુદ્દા પણ પહોંચાડવા જરૂરી છે.