પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સનાં અનામત મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કર્યા હતા. અનામતને લઈને હાર્દિકે પક્ષના વાયદાઓ અંગે કહ્યુ હતું કે, આ વિશે બંને પક્ષો એકબીજાને સપોર્ટ કરે. આજે હાર્દિક પટેલ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને અનામત બિલ અંગે મળવાના છે. તે પહેલા પત્રકાર પરિષદને સંબોધતા હાર્દિકે કહ્યું કે, 2017ની ચૂંટણી પહેલા કોંગ્રેસે અમને જ ફોરમ્યુલા આપી હતી, તો હવે જ્યારે ડિસેમ્બરમાં વિધાનસભા શરૂ થવાની છે તો વિરોધ પક્ષાના નેતા તરીકે પ્રાઈવેટ બિલ લાવે અને વિધાનસભામાં રજૂ કરે. વિકર સેક્શન કોઈ પણ રાજ્યને, કોઈ પણ સરકારને અનામત આપવા માટે બંધારણ આપે છે. ગુજરાતને અનામતનો પૂરતો લાભ મળે તે માટે અમે આજે પરેશ ધાનાણીને રજૂઆત કરવાની છીએ. અમે એબોસી કમિશનને જે રજૂઆત કરી તે પરેશન ધાનાની કરીશું. કોંગ્રેસનું અનામત માટે, આંદોલન માટે તથા પાટીદાર સમાજ માટે શુ વલણ છે તે સાબિત કરવા પ્રયાસ કરીશું.