રાજ્યભરમાં ગરમીનો અસહ્ય પ્રકોપ વધી રહ્યો છે. જેના કારણે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતાં અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ શહેર નોંધાયું હતું.