રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે વાયુ વાવાઝોડાના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત , સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવાના પણ આદેશ આપ્યા છે.