હાઇકોર્ટે અલ્પેશ કથેરિયાના જામીન કર્યા મંજૂર, સુરત જઇ નહી શકે
રાજદ્રોહના કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટમાં આપેલી બાંહેધરીઓનું પાલન કરવાની અને 6 મહિના સુધી સુરતમાં પ્રવેશ ના કરવાની શરતે જામીન મંજૂર કર્યા છે. મહત્વનું છે કે, 26મી જુલાઇના રોજ રાજદ્રોહ કેસમાં જેલમાં કેદ અલ્પેશ કથીરિયાની જામીન અરજીમાં બંને પક્ષોની દલીલો કોર્ટમાં પુરી થતા આ મામલે કોર્ટે ચુકાદો મુલતવી રાખ્યો હતો. કોર્ટમાં અલ્પેશ તરફથી અંડરટેકીંગ આપવામાં આવ્યું હતું. તો સરકારે તેના જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ કેસની સુનાવણી આજે કરવામાં આવી હતી.