અમદાવાદ એસ.પી રીંગરોડ પર આવેલા વિનોબાભાવે નગર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર એક લેબર કોન્ટ્રક્ટર સુરેન્દ્ર સિંઘ અને બે બાળકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતા પોલીસે ડમ્પર ચાલકને અસલાલી પાસેથી ઝડપી લીધો છે.