અરવલ્લી: હીટ એન્ડ રનની ઘટના, અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત
શામળાજી પાસે આવેલા વેણપુર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર દંપતિને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
અરવલ્લી જિલ્લામાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. શામળાજી પાસે આવેલા વેણપુર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર દંપતિને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.