વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના મામલામાં સાતમા દિવસે પણ આરોપીઓનો કોઈ પત્તો ન લાગતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા પહોંચી પીડિતાના પરિવાર અને પીડિતા સાથે મુલાકાત કરી. ગૃહમંત્રીએ પીડિતાના પરિવારને સાંત્વના પાઠવી સાથે જ વહેલી તકે આરોપી પકડી કડક સજા કરવાનું આશ્વાસન આપ્યું.