ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં કેટલા પક્ષીઓ મર્યા અને કેટલા ઘાયલ થયા?
અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે કરૂણા અભિયાનમાં કુલ 709 પશુ પક્ષીઓ ઘાયલ થયા હોવાના કેસ આવ્યા હતા. જેમાંથી 649 પશુ પક્ષીઓનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. જ્યારે છેલ્લા પાંચ દિવસમાં કુલ 1283 પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. જેમાંથી 1181 પક્ષીઓને સારવાર આપીને બચાવાયા છે. છેલ્લા પાંચ દિવસમાં 102 પક્ષીઓના મોત થયા છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને મજા પડતી હોય છે પરંતુ આ જ મજા પશુ પક્ષીઓ માટે સજા બને છે. જેના માટે શહેરમાં કેટલીક સંસ્થાઓ તહેવારના દિવસે પશુ પક્ષીઓના રેસ્ક્યૂ અને ટ્રિટમેન્ટ માટે કાર્યરત હોય છે. રાજ્ય સરકારે દર વર્ષની જેમ કરૂણા અભિયાન શરૂ કર્યું છે જે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે.