દારૂ પર પ્રતિબંધ છે, તો દારૂને પ્રોત્સાહન આપતા ગીતો પર કેમ નહિ?
કચ્છના મુન્દ્રામાં રમાયેલા દારૂરાસનો વીડિયો વાયરલ થયો છે. દારૂ પર પ્રતિબંધ તો પછી દારૂને પ્રોત્સાહન આપતાં ગીતો પર રોક કેમ નહિ? કચ્છના મુન્દ્રામાં હિંદી ફિલ્મ તિંરગાના ગીતને ગુજરાતી ડીજેના તાલે ગવાયું તો રાકેશ બારોટનું એક ગીત દારૂ પીધો પણ ખૂબ ગવાઈ રહ્યું છે. લગ્ન પ્રસંગમાં દારૂ પીધો ગીત દાંડિયા રાસ હોય ત્યાં અને વરઘોડામાં ખૂબ ગવાય છે. દારૂબંધી માટે લાખ પ્રયાસો થાય છે, પરંતુ દારૂ પરનાં ડીજે ગીતો તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે. અને એમાંય લગ્નમાં દારૂનાં ગીતો પર નાચવાનો ઘાતક ટ્રેન્ડ જે શરૂ થયો છે તે ખૂબ જ ચોંકાવનારો છે.