રાજકારણ મામલે નિવેદન કરીને ખોડલધામના ચેરમેન નરેશે પટેલે લીધો યુ ટર્ન
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ધોરાજીના એક કાર્યક્રમમાં પાટીદાર યુવાનોને સંબોધતા કહ્યું કે, રાજકારણમાં આગળ વધો તો જ કોઈક પાટીદાર સમાજનો ભાવ પૂછશે. સામાન્ય રીતે રાજકારણથી દૂર રહેવાની વાતો કરનારા નરેશ પટેલે અચાનક યૂ ટર્ન લીધો છે. ધોરાજીના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, રાજકારણ વિના આપણી પ્રગતિ પણ નથી અને સમાજને જો આગળ ઈચ્છતા હોય તો કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે. યુવાનોને નરેશ પટેલે કહ્યું કે જે સક્ષમ હોય તે રાજકારણમાં આગળ વધે. સાથે જ નરેશ પટેલે લેઉવા પટેલ સમાજને રાજકીય ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા હાકલ કરી.