જામનગરમાં ડુંગળીના ભાવ વધારાથી ટિફિન સર્વિસ વ્યવસાયને અસર
ડુંગળીના દિવસેને દિવસે વધતા જતા ભાવો ના કારણે ડુંગળીથી સંકળાયેલ નાના મોટા વ્યવસાય ધરાવતા તમામ લોકોને સીધી અસર જોવા મળી રહી છે. ત્યારે જામનગરમાં ઝી ચોવીસ કલાકની ટીમ દ્વારા ટિફિન સર્વિસનો વ્યવસાય સાથે સંકળાયેલ દંપતિ સાથે ડુંગળીના વધતા જતા ભાવોને શું અસર પડી રહી છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો. તેમણે પણ જણાવ્યું કે રાબેતા મુજબની ગ્રાહકીમાં ચાલીસ ટકાથી વધુ ઘટાડો ગ્રાહકોને ડુંગળી ન આપવાના કારણે જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ટિફિનની જુદી જુદી રસોઈ બનાવવામાં પણ ડુંગળીનો વપરાશ ખૂબ જ ઓછો કરવાના કારણે સ્વાદમાં પણ સીધી અસર પડી રહી છે. જેથી સરકારે ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં તાત્કાલિક લાવવું જરૂરી છે.