અમદાવાદ શહેરનો વિકાસ અને વિસ્તરણ થઇ રહ્યું છે તેમ તેમ શહેરમાં એકઠા થતા ઘન કચરાના નિકાલની સમસ્યા પણ વિકરાળ થઇ રહી છે. હાલમાં આ તમામ કચરો પિરાણા ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પ સાઇટ (Pirana dumping site) પર એકઠો થતા કચરાનો વિશાળ ડુંગર ખડકાઇ ગયો છે. જેનો નિકલ કરવો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે ખૂબ જ મોટી સમસ્યા છે. ત્યારે હવે વર્તમાન મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા (Vijay Nehra) એ આ બાબતને પ્રાથમિકતા આપી લાંબા ગાળાનું આયોજન કર્યુ છે અને નક્કર કામગીરી શરૂ કરી છે. જેના થકી વર્ષ 2022 સુધીમાં પિરાણા ખાતેના કચરાના ઢગલાને દૂર કરી દેવાની વાત તેઓએ કરી છે.