ભારતે એટમી હુમલો કરવામાં સક્ષણ બૈલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. રવિવારે આંધ્ર પ્રદેશના તટથી 3500 કિલોમીટરની મારક ક્ષમતા વાળી K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સબમરીન મિસાઇલને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ તૈયાર કરી છે. આ મિસાઇલને ભારતીય નૌસેનાના સ્વદેશી આઈએનએસ અરિહંત-શ્રેણીના પરમાણુ સંચાલિત સબમરીન પર તૈનાત કરવામાં આવશે.