ભારતે ઇથોપિયન એરલાઇન્સના એક વિમાનના દૂર્ઘટનાગ્રસ્ત થવાને ધ્યાનમાં રાખી મંગળવારે બોઇંગ 737 મેક્સ-8 વિમાનોને પ્રતિબંધિત કરી દીધા છે. વિશ્વના ઘણા અન્ય દેશોએ પણ આ રીતના પગલા ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે થયાલી આ વિમાન દૂર્ઘટનામાં 157 લોકોના મોત થયા છે. સ્પાઇસ જેટની પાસે લગભગ 12 આ પ્રકારના વિમાન છે, જ્યારે જેટ એરવેઝની પાસે આ પ્રકારના પાંચ વિમાન છે.