મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને મંગળવારે એક મોટો ઝટકો લાગ્યો છે. રેલવેએ પેસેન્જર ભાડામાં વધારો કરી દીધો છે. આ વધારો વધુમાં વુધ 4 પૈસા સુધીનો કરવામાં આવ્યો છે. આથી યાત્રીકોએ પહેલાની તુલનામાં હવે વધુ ભાડુ ચુકવવું પડશે, જેથી લાંબી યાત્રા કરનાર પ્રવાસીઓ પર મોટી અસર પડશે. ભાડામાં થયેલો વધારો 1 જાન્યુઆરી 2020થી લાગૂ થઈ જશે.