ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ તેના મહત્વકાંક્ષી ઉપગ્રહ RISAT-2BR1નું પીએસએલવી-સી 48 દ્રારા સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી શક્તિશાળી રડાર ઈમેજિંગ સેટેલાઈટ RISAT-2BR1 ઉપગ્રહ બપોરે 3.25 કલાકે લોન્ચ કરાયો. લોન્ચિંગ બાદ હવે દેશની સરહદો પર નજર રાખવી ખુબ સરળ થઈ પડશે. આ સેટેલાઈટ રાતના અંધારા અને ખરાબ હવામાનમાં પણ કામ કરશે. એટલે કે ધરતી પર ગમે તેટલું ખરાબ હવામાન હોય તો પણ તે કામ કરી શકશે. ગમે તેટલા વાદળ છવાયા હોય, તેની નજર વાદળોને ચીરીને સરહદોની સ્પષ્ટ તસવીર લઈ શકશે. ઈસરોના જણાવ્યાં મુજબ આ સેટેલાઈટને અંતરિક્ષમાં 576 કિમીની ઊંચાઈએ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.