ઈસરો 9થી 16 જુલાઈ વચ્ચે ચંદ્રયાન 2ને છોડવા જઈ રહ્યું છે. ધરતી પરથી રવાના થયા બાદ 6 સપ્ટેમ્બરે ચંદ્રયાન 2 ચંદ્ર પર પહોંચશે. જો ચંદ્ર પર ઉતરવામાં ઈસરોને સફળતા મળશે તો અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથો દેશ બની જશે સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ 800 કરોડ રુપિયા આંકવામાં આવ્યો છે.