આમતો ખાણીપીણીની કોઇપણ ચીજવસ્તુઓનું વેચાણ, ઉત્પાદન કે પછી સંગ્રહ કરતી દરેક વ્યક્તિ અથવા તો એકમે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ રજીસ્ટ્રેશન કરાવવુ અને લાઇસન્સ મેળવવુ ફરજીયાત હોય છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ત્યારે શંકામાં આવી જાય છે જ્યારે તંત્ર દ્વારા શહેરના ધાર્મિક સ્થળોમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી વાર જ તપાસ કરવામાં આવી છે. ખૂદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જે આંકડા મળ્યા છે તેમાં છેલ્લા 3 વર્ષમાં ફક્ત 2 મંદીરમાં મળીને 4 વાર જ તપાસ કરવામાં આવી છે.