છોટા ઉદેપુરની આરટીઓ ઓફિસની મોટી સમસ્યા
એક તરફ સરકાર રાજ્યમાં નવા મોટર વ્હિકલ લાગુ કરી રહી છે તો બીજી તરફ છોટા ઉદેપુરમાં લાયસન્સની સેવાના અભાવે અરજદારોને છેક વડોદરા સુધી ધક્કા ખાવા પડે છે. છ વર્ષ પહેલા છોટા ઉદેપુરના લોકોને વાહન વ્યવહાર કે પછી લાયસન્સ સંબંધી સુવિધાઓ જીલ્લા મથક પર મળી શકે તે માટે સાડા ત્રણ કરોડના ખર્ચે નવી ARTO કચેરી તો બનાવવામાં આવી છે પરંતુ આ નવ નિર્મિત કચેરીને બન્યે દોઢ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છતાં હજુ પણ આ બિલ્ડીંગના તાળા ખુલ્યા નથી. આ પરિસ્થિતિના કારણે અરજદારોને વડોદરા સુધી ધક્કો ખાવો પડે છે.