વડોદરા શહેરના બાજવાથી કોયલી ને જોડતા રેલવે ઓવર બ્રિજનું કામ એક વર્ષથી અધૂરું હોવાથી નાગરિકો માં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક લોકો એ આજે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કરી આગામી સમય માં રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.