અમદાવાદની એચ.એસ. ખારાવાલા સ્કૂલના સંચાલક વાલીઓ સામે ઝુક્યા. વાલીઓને ગત વર્ષ મુજબ ફી ભરવા સંચાલકોએ જણાવ્યું હતું. FRC જે મુજબ ફી વધારો માગે તે મુજબ ફી ભરવા સંચાલકે જણાવ્યું હતું. 21,500 રૂપિયાના બદલે સંચાલકોએ FRCમાં 40,000 રૂપિયા ફી ઉઘરાવવા પરવાનગી માગી છે. બમણો ફી વધારો કેવી રીતે સ્કૂલ માંગી શકે એ મામલે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.