ગુજરાતને ધમરોળવા માટે આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાએ અચાનક જ ગુરુવારે સવારે પોતાની દિશા બદલી. તે સમયે વાયુ 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું. જો કે વાયુ વાવાઝોડાની દિશા બદલતા હવે તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. તેમ છતાં તેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો પર પડી રહી છે. ત્યારે અત્યાર સુધી ગુજરાતના 57 તાલુકામાં પવન સાથે વરસાદ જોવા મળ્યો છે અને છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.