સામાન્ય રીતે ગરબા એટલે માટે દાંડી સમજતા હોઇએ છીએ. પરંતુ નવરાત્રીમાં કાચી માટીમાંથી બનેલા ગરબાઓનું પણ અનેરૂ મહાત્મય છે. આ ગરબાઓ નવરાત્રીનાં નવ દિવસ સુધી રાખવામાં આવે છે અને તેમાં દિવો કરીને તેને પુજવામાં આવે છે. ત્યાર બાદ નદીમાં પધરાવી દેવાનાં હોય છે.