સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી પણ 36 કલાકથી સંપર્ક વિહોણા છે. રાજ્યસભામાં જીતુ ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવવાની તૈયારી બતાવી હતી. પરંતુ પાર્ટી દ્વારા જીતુ ચૌધરીની અવગણના થઈ હતી. એક ઉમેદવારી આદિવાસી નેતા જીતુ ચૌધરી, મંગળ ગાંવિત અથવા અનંત પટેલને આપવામાં આવે એવી હતી આ ત્રણેયની ઈચ્છા હતી. પાર્ટીના કેટલાક હોદ્દેદારો સાથે છેલ્લા ઘણા સમયથી જીતુ ચૌધરીને મતભેદ થતો હોવાની પણ વાત સામે આવી છે. ત્યારે જીતુ ચૌધરી પાયાના કાર્યકર્તાઓ સાથે પણ સંપર્કમાં ન રહેતા કપરાડાના કોંગી કાર્યકર્તાઓમાં પણ રોષ જોવા મળ્યો છે.