આણંદ જીલ્લાના નાનક્ડા ગામ એવા ખાંઘલી ગામની મુલાકાતે ગઇ હતી આમતો ચરોતરના મોટા ભાગના ગામો માં આઝાદી સમયથી વિકાસ થયેલ છે તેનુ મુખ્ય કારણે અહિયાથી વિદેશમાં વસેલા લોકો ઉદાર હાથે ગામના વિકાસમાં ફાળો આપતા હોય છે. આજે ખાંધલી ગામમાં લોકોની પાયાની સુવીધા જેવીકે રોડ રસ્તા ગટર અને પાણી સમસ્યા જીરો છે. આ સાથે સરકાર દ્રારા આપવામાં આવતી મેડીકલ જેવી પણ તમામ સુવીધાથી પૂર્ણ છે. એટલે કહી શકાય કે ગામનો મુખ્યા જો નિર્વાદથી કામ કરે તો ચોક્ક્સ ગામનો વિકાસ સારો થાય તે ભરતભાઇ સોલંકી એ નાની ઉમરે પણ સારી કામગીરી કરી છે.