5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર નેફ્રોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીનું અવસાન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. બુધવારે બપોરે અઢી વાગ્યે તેમનું અવસાન થયું હતું. આજે તેમની અંતિમયાત્રા નીકળશે. હાલ તેમના પાર્થીવ દેહને દર્શનાર્થે ઈન્સ્ટિટ્યુટના પ્રમાઈસિસમાં રાખવામાં આવ્યો છે.