વડોદરાના ગોરવામાંથી આતંકી ઝફર અલી પકડવાનો મામલો મોટો ખુલાસો થયો છે. 26 ડિસેમ્બર થી ઝફર વડોદરામાં રહી રહ્યો હતો. સિમિના નવા અવતાર PFI નું માળખું વડોદરામાં તૈયાર કરવાનો તેનો ઈરાદો હતો. આતંકી ઝફર પાસેથી એટીએસએ ઓટોમેટિક પિસ્તલ કબજે કરી હતી.આતંકી ગોરવામાં અબ્દુલ રહીમના નામથી રહેતો હતો. આતંકીને જંબુસર થી વડોદરા આવવા લોજિસ્ટિક સપોર્ટ મળ્યો. લોજિસ્ટિક સપોર્ટ માટે મદદ કરનારની પણ પોલીસે અટકાયત કરી.