બનાસકાંઠામાં નર્મદાની મેઇન કેનાલમાં લીકેજથી દોડધામ
બનાસકાંઠાના સરહદી વિસ્તારની નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વાવની સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ભાખરી ગામની સીમમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતાં 21 એકર ખેતીની જમીનમાં પાણી ફરી વળ્યું હતું. ખેડૂતોના ઉભા પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને નુકસાન થયું છે. હલકી ગુણવત્તાની કામગીરીના કારણે વારંવાર ગાબડા પડી રહ્યા છે.