ગુજરાતીઓને સિંહોનું ગૌરવ, પણ દીપડાઓનું શું કરવું તેની મૂંઝવણ છે, સતત વધી રહ્યા છે દીપડાના હુમલા
સુરત અને બનાસકાંઠા જિલ્લામાં માનવભક્ષી દીપડાની દહેશત જોવા મળી છે. ગઈકાલે સુરત નજીક માંડવીના પાતાલમાં દીપડાએ 5 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. જેમાં માસુમ બાળકીનું મોત નિપજ્યું છે. અરેઠમાં માનવભક્ષી દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો કર્યો છે. તો બારડોલી તાલુકાના કિકવાડ ગામમાં દીપડો CCTVમાં કેદ થયો છે. બનાસકાંઠાના આકેડીમાં દીપડાએ 14 વર્ષીય કિશોર પર હુમલો કર્યો છે, તો મોરબીના માળિયામાં પણ ખૂંખાર દીપડો દેખાયો છે. આમ, ગુજરાતમાં માનવભક્ષી દીપડાના આતંક વધી રહ્યાં છે. દીપડાને પકડવા થતી વન વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યાં છે.