અમરેલીના બગસરાથી એક દીપડી પાંજરે પુરાઇ
અમરેલીના બગસરાના કાગદડી ગામની સીમમાંથી આખરે એક માનવભક્ષી દીપડી પાંજરે પૂરાઈ છે. આખુ વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું, ને દીપડી કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ છે. ત્યારે આ સમાચાર મળતા જ અમરેલીના હજ્જારો ખેડૂતોને રાહતના સમાચાર મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં દીપડાનો આંતક વધી ગયો હતો, આ દીપડાઓ માનવભક્ષી બની ગયા હતા, જેને કારણે ખેડૂતોના માથા પર મોત મંડરાઈ રહ્યું હતું. જેને પગલે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ભારે વિરોધ દર્શાવાયો હતો.