કેન્દ્રીય પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા ગુજરાત પ્રદુષણ બોર્ડને વડોદરા આસપાસના ઉદ્યોગોના એફલૂઅંટનો નિકાલ કરતી એનવાયરો ચેનલના છીંડા ઉજાગર કરતો પત્ર લખ્યો હતો. એફલૂઅંટના 2015-18ના 7 મોનીટરીંગમાં સી.ઓ.ડી, બી.ઓ.ડી, એસ.એસની માત્રા વધારે હોવાનું સામે આવ્યું છે. એફલ્યુઅંટનું વહન કરતી પાઇપલાઇનને બંધ કરવાની સૂચના અપાઈ છે.