નાણા મંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આજે અનેક મોટી જાહેરાતો કરી. તેમણે ઘરેલુ કંપનીઓ અને નવી ઘરેલુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દરોકમાં ઘટાડાનો પ્રસ્તાવ રજુ કર્યો. ગ્રોથને પ્રમોટ કરવા માટે નાણા મંત્રીએ નવી ઘરેલુ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને 22% કર્યો છે. પરંતુ શરત એ છે કે કોર્પોરેટ્સે કોઈ પણ પ્રકારનું ઈન્સેન્ટિવ કે છૂટ ન લીધી હોય. નાણા મંત્રીની જાહેરાતોથી શેરબજાર ગુલબહાર થઈ ગયું છે