મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ છે. સતત વરસાદના કારણે કોલ્હાપુરની પંચગંગા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. પૂરની સ્થિતિથી 50 હજાર લોકો ફસાયા છે. કોલ્હાપુરમાં જળબંબાકારની સ્થિતિ બાદ શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. રાહત અને બચાવ માટે એનડીઆરએફની પાંચ અને નૌસેનાની 14 ટીમ કામે લાગી છે.