બનાસકાંઠાના ખોડા ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધી
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખોડા ગામે પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ તાળાબંધી કરી હતી. સ્કૂલમાં વારંવાર બે શિક્ષકોના ઝઘડાથી કંટાળેલા ગ્રામજનોએ બે શિક્ષકોની બદલી કરવાની માંગ કરી હતી. બદલી નહીં થાય ત્યાં સુધી શાળા બંધ રાખવા ગ્રામજનો મક્કમ બન્યા છે. ગ્રામજનોએ અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ ન આવતા તાળાબંધી કરવામાં આવી હતી. 500થી વધુ બાળકો ધરાવતી ખોડા પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ છે.