નાસકાંઠાના સરહદી વિસ્તારમાં ટીડોએ આક્રમણ કરતાં ખેડૂતોની હાલત કફોડી બની છે તીડોના ઝુંડ સુઇગામના 15 ગામડાઓ અને ભાભરના 5 ગામોમાં ત્રાટકીને ખેતરોમાં ઉભેલા પાકનો સફાયો બોલાવી રહી છે ત્યારે રડકા ગામમાં તીડ રાત્રી રોકાણ કરતા ખેડૂતોના મહામુલો પાક નષ્ટ થઈ ગયો છે ત્યારે અમારી ટીમે રડકા ગામમાં જઈને રામાંભાઈ ચૌધરી નામના ખેડૂત સાથે વાત કરતા તેમને જણાવ્યું કે તીડના કારણે તેવો બરબાદ થઈ ગયા છે દેવું કરીને તેમને એરંડા અને દાડમનું વાવેતર કર્યું હતું પરંતુ તીડોના કારણે તેમનો પાક નષ્ટ થઈ ગયો છે અને તેમને મોટું નુકસાન થયું છે.