હાલ કચ્છના લખપતમાં રણતીડનો આતંક છવાયેલો છે. પાકિસ્તાનથી આવેલા તીડે લખપતના ખેતરોને ઘેરી લીધા છે, અને લખપતને તીડમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ટીમ મોકલવામાં આવી છે. આ પહેલા પણ બનાસકાંઠામાં રાજસ્થાન તરફથી આવેલા રણતીડનો આતંક હતો. ત્યારે આખરે આ રણતીડ શું છે અને કેમ તે ખેતી માટે નુકશાનકારક ગણાય છે તે જાણી લઈએ.