ભાજપની પાંચ લોકસભા બેઠકો પર અસમંજસ જેવી સ્થિતી સર્જાઇ છે. ઉમેદવારોના નામોને લઇને બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલ ચૂંટણી લડે તેવી શક્યાતા છે. ત્યારે પોરબંદર બેઠક પરથી રાદડિયા પરિવારના કોઇ સભ્યને ટીકિટ આપવામાં નહિ. ત્યારે પોરબંદર પરથી અન્ય કોઇ વ્યક્તિને ટીકિટ આપવાને લઇને પાર્ટી દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે આશાબેન પટેલ પણ વિઘાનસભાની પેટા ચૂંટણી ન લડે તે માટે સમજાવામાં આવી રહ્યા છે.