ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભગવાન વિઘ્નહર્તાનાં અવનવા રૂપમાં આયોજકો દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને આ અવનવા રૂપ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદનાં પાલડી વિસ્તાર ખાતે વિંગ કમાન્ડર અભિનંદનનાં સ્વરૂપમાં ભગવાન ગણેશની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે જ મીગ-21 ફાઈટર પ્લેન અને સર્જિકલ સ્ટ્રાઈકમાં ઉપયોગમાં લેવામાં આવેલા હેલિકોપ્ટરનું સુંદર ચિત્ર પ્રતિમાનાં સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આયોજકો લોકઉત્સવનાં માધ્યમથી નાગરીકોમાં રાષ્ટ્રપ્રેમ જ્ગાવવા અને સેનાનાં જવાનોનું શોર્ય દર્શાવવા માંગે છે.